મહારાષ્ટ્રમાં શિવસેના અને BJP એકસાથે ચૂંટણી લડશે
CM એકનાથ શિંદેએ અમિત શાહ સાથે મુલાકાત કરી
વિવિધ મુદ્દાઓ પર થઈ ચર્ચા
મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણી શિવસેના અને ભાજપ સાથે મળીને લડશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ માહિતી આપી છે.મહારાષ્ટ્રમાં શિવસેના અને BJP એકસાથે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે. રવિવારે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સીએમ શિંદેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મીટિંગની તસવીર પણ શેર કરી છે. શિંદેએ ટ્વિટમાં લખ્યું છે કે ‘અમે નક્કી કર્યું છે કે શિવસેના અને ભાજપ આગામી લોકસભા, વિધાનસભા, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ સાથે મળીને લડવામાં આવશે.
‘ શિંદેએ કહ્યું કે શિવસેના-ભાજપ ગઠબંધન મહારાષ્ટ્રના વિકાસ માટે રચાયું હતું અને તે મજબૂત છે.ભવિષ્યમાં પણ આપણે સાથે મળીને ચૂંટણી લડીશું અને બહુમતીથી જીતીને આપણે દરેક ક્ષેત્રમાં મહારાષ્ટ્રને દેશનું નંબર વન રાજ્ય બનાવવાનું છે. આ સાથે વિકાસની દોડ પણ જાળવી રાખવી પડશે. અમિત શાહને મળવા પર શિંદેએ કહ્યું કે કૃષિ અને સહકાર વગેરે જેવા ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. શિંદેએ કહ્યું કે રાજ્યમાં પડતર કામો ઝડપી કરવામાં આવશે અને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે હંમેશા વડાપ્રધાન મોદી પાસેથી વિવિધ પ્રોજેક્ટ અંગે સલાહ લઈએ છીએ. અમિત શાહ સાથે સહકારના મુદ્દે પણ વાતચીત થઈ હતી. જણાવી દઈએ કે અમિત શાહ અને એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે મહારાષ્ટ્રમાં શિંદે સરકારને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ