કલોલ પાનસર ચોકડી થી ગાયના ટેકરા સુધીનો રોડ બનાવ્યાને ૬ મહિનામાં રોડ તુટી જતા વોર્ડ નં૬ ના કાઉન્સિલરના પતિ યાકુબ ખાન પઠાણે દ્વારા નગરપાલિકા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર થયો હોવાનો નો આક્ષેપ કરવામાં આવ્યો છે. યાકુબ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે ક પાલિકા પ્રમુખ દ્વારા વ્હાલા દવલાની નિતી અપનાવવામાં આવી રહી છે. વારંવાર પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવતા તેમની રજૂઆત સાંભળવામાં આવતી નથી તેઓ આક્ષેપ કરવામાં આવ્યો છે.તેમજ જ્યાં નવા રોડ બન્યા છે ત્યાં રબ્બરના બમ્પ નાખવામાં આવ્યા છે. આવ રબ્બરના બમ્પ વોર્ડ નંબર છમાં અને બેમાં નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને નાખવા માટે રજૂઆત કરતા તમારા બોર્ડમાં નાખવામાં નહીં આવે તેવી ચોખ્ખી ના પાડવા માં આવી હોવાનો વોર્ડ નંબર છ ના કાઉન્સિલર યાસ્મીનાબાનુ પઠાણ ના પતિ યાકુફ ખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો
કલોલઃરોડ બનાવ્યાના છ મહિનામાં જ તૂટી ગયો
RELATED ARTICLES