રાહુલ ગાંધી, “હેલો મિસ્ટર મોદી” કહીને સરકાર પર લગાવ્યા ફોન ટેપિંગના આરોપ

0
193

કોંગ્રસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે.જ્યાં તેઓએ બુધવારે સિલિકોન વેલી સ્થિત સ્ટાર્ટઅપ ઉદ્યમીઓ સાથે બેઠક કરી હતી.આ દરમિયાન તેઓએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

ભારત સરકાર પર નિશાન સાધતા અને પેગાસસ જેવા મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓને ખબર હતી કે મારો ફોન ટેપ કરવામાં આવી રહ્યો છે.જો કે તેઓ પરેશાન નથી.આ દરમિયાન તેઓએ પોતાનો આઈફોન બહાર કાઢ્યો હતો અને મજાકમાં કહ્યું હતું કે, “હેલો મિસ્ટર મોદી”.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મને લાગે છે કે મારા આઈફોનનું ટેપિંગ કરવામાં આવી રહ્યું છે.તમને એક રાષ્ટ્ર અને વ્યક્તિના રૂપમાં પણ ડેટાની સુરક્ષા પર યોગ્ય નિયમોની જરૂરત છે.

તેઓએ વધુમાં કહ્યું કે, જો કોઈ દેશ ઈચ્છે કે, તમારો ફોન ટેપ કરે, તો તેને રોકી શકાય એમ નથી. આ મારી સમજણ છે. જેથી કોઈ દેશ ફોન ટેપિંગની ધારણા રાખતા હોય તો આ સામનો કરવા જેવી બાબત નથી. મને લાગે છે કે, હું જે પણ કામ કરું છું એ તમામ સરકાર સામે જ છે.

ડેટા એક પ્રકારે છે ગોલ્ડ : રાહુલ ગાંધી

હકીકતમાં રાહુલ ગાંધી સનીવેલમાં પ્લગ એન્ડ પ્લે ટેક સેન્ટરમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદ્યમીઓ સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે તેઓએ કહ્યું હતું કે, ડેટા એક પ્રકારે છે ગોલ્ડ છે અને ભારત જેવા દેશોએ ડેટાનીક્ષમતાને ઓળખી લીધી છે, જેથી ડેટા સુરક્ષા પર યોગ્ય નિયમોની ખાસ જરૂરત છે. આ દરમિયાન તેઓની સાથે ઇન્ડિયન ઓવરસિસ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડા પણ હાજર હતા.

વધુ માહિતી માટે – તથા યૂએસમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર