IPL મેચથી આવકમાં અમદાવાદ મેટ્રોને બલ્લે બલ્લે

0
336

અમદાવાદમાં રમાયેલી IPL મેચને કારણે મેટ્રોને 1.27 કરોડની આવક થઇ છે. અમદાવાદમાં યોજાયેલી કુલ 10 મેચમાં અમદાવાદ મેટ્રોની આવકમાં ધરખમ વધારો થયો છે. મેટ્રોમાં કુલ 8.60 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. અને 1,27 કરોડની રેકોર્ડ બ્રેક આવક પ્રાપ્ત થઇ છે. આ ઉપરાંત ગુજરાતની ટીમ સાથે અમદાવાદ મેટ્રોમાં જાહેરાત માટે એઓયું પણ થયા હતા જેને કારણે પણ આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આ જાહેરાત અંતર્ગત મેટ્રોમાં રેલવેની અંદર ટીમની જાહેરાત લગાવવામાં આવી હતી.

અહી ઉલ્લેખનીય છેકે અમદાવાદીઓ મેટ્રોની સફર માટે રવિવાર અથવા જાહેર રજાના દિવસ પસંદ કરતા હોય છે પણ IPLની મેચમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો .

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ