રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી

0
161

રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં 2023-24 માટે ટેકાના ભાવો નકક્કી કરવામાં આવ્યા હતા.ટેકાના ભાવોની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. જે મુજબ  કેન્દ્ર સરકાર ટેકાના ભાવ નક્કી કરીને જાહેર કરશે. ઘઉં ,ચણા  અને રાઈના ટેકાના ભાવો નક્કી કરાયા છે. ઘઉંના  ક્વિન્ટલના 3850 ભાવ નકકી કરવામાં આવ્યાં છે. જ્યારે રાઈ ક્વિન્ટલ ના 6820, ચણાના ક્વિન્ટલના 6710, શેરડી ક્વિન્ટલના 550 ભાવ નક્કી કરવામાં આવ્યાં છે. આ અંગે  કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે તલ સ્પર્શી અભ્યાસ થી તમામ પાસા ધ્યાને લઇ ભાવ નક્કી કરતા હોય છે.

ટેકાના નક્કી કરવામાં આવેલા ભાવ

ઘઉં ક્વિન્ટના 3850 રૂપિયા

રાઈ ક્વિન્ટલના 6820 રૂપિયા

ચણા ક્વિન્ટલના 6710 રૂપિયા

શેરડી ક્વિન્ટલના 550 રૂપિયા