અમદાવાદ –ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાયો

0
142

રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડું ફુંકાયું

રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ભારે વાવાઝોડું જોવા મળ્યું.અને ધૂળની ડમરીઓ વચ્ચે શહેરીજનો અટવાયા હતા. તેજ પ્રમાણે અમદાવાદ શહેરમાં પવન ફૂંકવાની શરૂઆત થઇ હતી.

રાજ્યના અનેક વિસ્તારોમા  ભારે પવન ફૂંકાવાના સમાચાર મળી રહ્યા છે. આગાહી પ્રમાણે વરસાદની શક્યતા વચ્ચે પવન ફૂંકાઈ રહ્યો છે.

અહી ઉલ્લેખનીય છેકે હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે અને 30 મે સુધી વાતાવરણમાં ભેજ જોવા મળશે. તે અંતર્ગત રાજ્યભરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી અનેક તાલુકાઓમાં ભારે વરસાદથી નુકશાન થયાના સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છ માં ગઈકાલે વરસાદથી ભારે નુકશાન થયું હતું. કચ્છમાં 28 જેટલા અબોલા પશુઓના મોંત વીજળી પડવાથી થયા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ