HomeBreaking Newsજમ્મુમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત

જમ્મુમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત

બ્રિજ પરથી બસ નીચે ખાબકી 10ના મોંત

જમ્મુના કટરાથી આશરે 15 કિલોમીટર દૂર વહેલી સવારે 75 મુસાફરો ભરેલી બસ બ્રિજ પરથી નીચે ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો . મળતી માહિતી મુજબ 10 મુસાફરોના મોંત અને 20 ઘાયલના થયાના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક લોકો સહિત CRPF અને SDRFની ટીમ ઘટના સ્થળ પર હજાર છે અને મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી રહ્યા છે.

અમૃતસરથી વૈષ્ણોદેવી આ બસ મુસાફરોને લઈને જઈ રહી હતી ત્યારે બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘાયલોની સંખ્યા વધી રહી છે બચાવ કાર્ય સતત ચાલુ છે.

વધુ માહિતી માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments