HomeSportsવિરાટ કોહલીને લઈને નવીન ઉલ હકના નામથી ફેક ટ્વીટ વાયરલ

વિરાટ કોહલીને લઈને નવીન ઉલ હકના નામથી ફેક ટ્વીટ વાયરલ

IPL ૨૦૨૩માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રન મશીન વિરાટ કોહલી અને લખનૌ સુપર જાયન્ટ્સના નવીન ઉલ હક વચ્ચે મેદાનમાં ચરસાચરસી થઇ ગઈ હતી.  તે વચ્ચે નવીન ઉલ હક નામથી એક ટ્વીટ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં લખવામાં આવ્યું છે, “સોરી વિરાટ સર”. આ ટ્વીટને ૨૫ હજારથી વધુ લાઈક્સ પણ મળ્યા હતા. તમામને લાગતું હતું કે, હવે આ બન્ને ક્રિકેટર્સ વચ્ચેનો ઝઘડો શાંત થયો છે. જોકે, હાલમાં તેની કોઈ સંભાવના દેખાતી નથી. કારણ કે, નવીન ઉલ હકે આ ટ્વીટને ફેક ગણાવ્યું છે અને ચાહકોને આ ટ્વીટ કરનાર હેન્ડલ સામે રિપોર્ટ કરવાની પણ અપીલ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments