ગાંધીનગરના પુર્વ કલેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ હવે એસીબી કરશે તપાસ

0
156

એસ કે લાંગા વિરુદ્ધ હવે એસસીબી કરશે તપાસ

ગાંધીનગર કલેક્ટર તરીકે એસ કે લાંગા ઉપર છે ભ્રષ્ટાચારનો આરોપ

ગાંધીનગર જિલ્લાના પુર્વ કલેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ હવે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એટલે એસીબીને તપાસ સોંપી દેવાઇ છે, તમને જણાવી દઇએ  કે કલોલમાં મુલાસણ ગામે પાંજરા પોળને આપેલી જમીનને ખોટી રીતે એનએ કરીને બિલ્ડરોને પધરાવવાનો આરોપ લાગ્યો હતો, ગાંધીનગર જિલ્લાના કલેક્ટર તરીકે  એસ.કે. લાંગાએ પોતાના દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન ગેરરિતી કરી હોવાની વાત સામે આવી હતી,  અનિયમિતતા અને ભ્રષ્ટ્રાચાર અંગેની ફરિયાદના પગલે ખાસ તપાસ કરનાર અધિકારી આઇએએસ વિનય વ્યાસાને તપાસ સોંપવામાં આવી હતી. તેમના અહેવાલના પગલે એસ.કે. લાંગા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાથોસાથ તેમની સામે મહેસુલી સહિતના અન્ય મુદ્દાઓની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. ગાંધીનગરના એસપી તરૂણ દુગલના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. બીજી તરફ તેઓ રાઇસ મિલમાં ભાગીદારથી માંડીને અનેક મિલકતો વસાવી હોવાના આક્ષેપસર ગુજરાત સરકારે આવક કરતાં અપ્રમાણસરની મિલકત અંગેની તપાસ કરવા માટે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી)ને તપાસ સોંપવામાં આવે છે.