LICના શેયર્સ રૂ. ૮૩૦ સુધી જઈ શકે
ભારતની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે, LICના શેર્સને લઈને બોકર્સે મોટો દાવો કર્યો છે. કેટલીક બ્રોકરેજ ફર્મે LICના સ્ટોક પર ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું છે અને તેના સ્ટોક માટે રૂ. ૯૪૦ સુધીના લક્ષ્યાંક સૂચવ્યા છે. તેઓ LICના વર્તમાન શેયર્સના ભાવે શેરમાં ૫૭ ટકા સુધીના વધારાનો અંદાજ લગાવી રહ્યા છે. બ્રોકરેજ ફર્મે LICના શેર પર ૮૩૦ રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે. ગત ગુરુવારે રૂ. ૬૦૩.૬૦ના બંધ ભાવથી ૩૭.૫ ટકાનો વધારો દર્શાવે છે. મહત્વનું છે કે, LICએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. ૧૩,૪૨૭.૮ કરોડનો નફો નોંધાવ્યો છે. કંપનીનો નફો પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. ૨,૩૭૧.૫ કરોડ કરતા લગભગ ૪૬૬ ટકા વધુ છે. ત્રિમાસિક ધોરણે આ વીમા કંપનીના નફામાં ૧૧૨ ટકાનો વધારો થયો છે.