રૂ. ૨૦૦૦ની નોટ લઇ આવવા પર રૂ. ૨૧૦૦ની મીઠાઈ મળશે!

0
164

રૂ. ૨૦૦૦ની નોટ બંધ કરવાના નિર્ણયને લઈને ઘણા વેપારીઓ આ ચલણી નોટ સ્વીકારતા નથી. તે વચ્ચે જામનગરમાં એક વેપારીએ અલગ જુગાડ નીકાળ્યો છે, જેમાં રૂ.2000ની નોટ લઈને મીઠાઈ-ફરસાણ લેવા આવતા ગ્રાહકને રૂ. 2100ની વસ્તુઓ આપવાની સ્કીમ શરૂ કરી છે. ગ્રાહકોને 100 રૂપિયાની મીઠાઈ વધુ આપી રહ્યા છે. જામનગરના એક મીઠાઈના વેપારીએ એક ઓફર બહાર પાડી છે કે 2 હજારની નોટ આપો અને 2100ની મીઠાઈ લઇ જાવ. 2 હજારની નોટ સ્વીકારવાની સાથે ગ્રાહકોને 100 રૂપિયાની મીઠાઈ વધુ આપી રહ્યા છે.