એલન મસ્કની ટેસ્લા કાર માટે ભારતમાં જમીનની થઇ રહી છે શોધ
મહારાષ્ટ્ર સહિના રાજ્યોએ કહ્યુ અમે જમીન આપીશું
ભારતમાં એલન મસ્ક હવે જમીનો શોધી રહ્યા છે, તેઓએ ટેસ્લા કારનું પ્લાન્ટ લગાવવા માટે ભારત સરકાર પાસે જમીનની માંગ કરી છે, ત્યારે મહારાષ્ટ્રના સીએમ એકનાથ સિંદેએ કહ્યુ છે કે જો અમારી પાસે મંજુરી માટે ફાઇલ આવશે તો અમે તાત્કાલિક મંજુરી આપી દઇશુ,, તમને જણાવી દઇએ કે ટેસ્લા બેટરી સંચાલિત કાર બનાવવા માટે વિશ્વમાં જાણીતી છે, ત્યારે ભારતમાં તે હવે કયા રાજ્યમાં પ્લાન લગાવશે, અને કયો રાજ્ય એલન મસ્ક અને ટેસ્લાને અનુકુળતા પ્રમાણે જમીન અને વ્યવસ્થા આપી શકસે તેને લઇને ચર્ચાઓ છે, ત્યારે ગુજરાત , રાજસ્થાન, આંધ્રપ્રદેશ મધ્ય પ્રદેશ ,ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો ટેસ્લા માટે જમીન સહિતની વ્યવસ્થા આપવાની વાત કરી ચુક્યા છે,