હાટકેશ્વરમાં પ્રદુષિત પાણીની સમસ્યા

0
164

અમદાવાદ મહાનગરપાલિકાના  શાસક પક્ષ દ્વારા શહેરમાં પીવાના પાણીની કોઈ સમસ્યા ન હોવાના દાવા કરવામાં આવે છે.પરંતુ હકીકત કઈ અલગ છે..શહેરના હાટકેશ્વરમાં  પણ પ્રદુષિત પાણીની સમસ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રાજમાં ગરીબ લોકો બે મહિનાથી પ્રદુષિત પાણીની સમસ્યાથી પીડાય છે.બે મહિના જેટલો સમય વીતી જાય તો પણ કોઈ અધિકારી કે કાઉન્સિલર સમસ્યા નો ઉકેલ નથી લાવી શકયા.શહેરના CTM બ્રિજ પાસે ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં આવેલા હનુમાનનગર વિભાગ 1માં આવેલ 300 જેટલા પરિવારો ગટરના ગંદા પાણીની સમસ્યાથી તકલીફ ભોગવી રહ્યા છે.અહીં ગટરના ફીણ વાળા દુંર્ગધ મારતા પાણીથી લોકો ના હાલ બેહાલ થઈ ગયા છે.પાણી ના કારણે બાળકોમાં અને વડીલો બીમાર પડી રહ્યા છે.સ્થાનિક લોકો કહે છે..કે અમે AMC નો ટેક્સ ભરીએ છીએ તો શાસકો શા માટે અહીં કોઈ સમસ્યાનો હલ કરવા આવતા નથી. માટે અહીં બે ટાઈમ ટેન્કર બોલાવામાં આવે છે.પણ 300 જેટલા ઘરોમાં પૂરતું પાણી મળતું નથી.પીવા માટે લોકોએ બહારથી પાણી લાવવું પડે છે.. પ્રદુષિત પાણીથી અનેક લોકોના ઘરમાં બીમારી આવી ગઈ હોવાછતાં સમસ્યાનો ઉકેલ  આવ્યો નથી.