નારોલ અને વટવામાં દબાણો દૂર કરાયા
અનધિકૃત બાંધકામ હટાવ ઝૂંબેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત દક્ષિણ ઝોન વિભાગ એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે અનધિકૃત બાંઘકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પૂર્વ વિસ્તારમાં નારોલ અને તેની આસપાસના વિસ્તારમાં 900 ચો. ફૂટ અને વટવા-2 વિસ્તારમાં 2,250 ચો. ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.
અહી ઉલ્લેખનીયછેકે અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણો દૂર કરવાની કાર્યવાહી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે જે સરકારી જમીન પર બધી દેવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ તમામ દબાણોને દૂર કરવાની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે. શહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે તમામ દબાણો પણ દંડ ફટકારીને હટાવવામાં આવી રહ્યા છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઈવ
સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ