હવામાન વિભાગે ગુજરાતને લઈને ફરી નવી આગાહી કરી છે. જે મુજબ, આજે અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી રહેશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી, આણંદ જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી રહેશે, બોટાદ જિલ્લામાં તાપમાન 42 ડિગ્રી, છોટાઉદેપુરમાં તાપમાન 41 ડિગ્રી, દાહોદ જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી, ડાંગ જિલ્લામાં તાપમાન 38, દેવભૂમિ દ્વારકામાં તાપમાન 36 ડિગ્રી, ગાંધીનગરમાં તાપમાન 42 ડિગ્રી, ગીર સોમનાથમાં તાપમાન 34 ડિગ્રી, જામનગર જિલ્લામાં તાપમાન 35 ડિગ્રી, જુનાગઢ જિલ્લામાં તાપમાન 39 ડિગ્રી, કચ્છ જિલ્લામાં તાપમાન 37 ડિગ્રી, ખેડા જિલ્લામાં તાપમાન 37 ડિગ્રી, મહિસાગર જિલ્લાનું તાપમાન 36 ડિગ્રી રહેશે, મહેસાણામાં તાપમાન 38, મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી, નર્મદા જિલ્લામાં તાપમાન 37, નવસારીમાં તાપમાન 41, પંચમહાલ જિલ્લામાં 43, પાટણમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 43 ડીગ્રી, જ્યારે સુરેન્દ્રનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહેશે. મહત્વનું છે કે, ગરમીને લઈને અમદાવાદમાં ૪ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.