ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.દિલ્હી સહિતના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે ઉત્તર ભારતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સીયસને પરા કરે તેવી શક્યતા છે. બીજી બાજુ ઘણા રાજ્યોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.દિલ્હીમાં ગરમીને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં આગામી બે દિવસ તિવ્ર ગરમી પડશે.હરિયાણમાં ધૂળની ડમરીઓ ઉડે તેવી શક્યાતા છે. તો બીજી બાજુ હાવામાન સંસ્થા સ્કાયમેટના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વ ભારત અને કેરળમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઓડિશાના દક્ષિણ કિનારા,દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ,સિક્કમમાં હળવાથી મધ્યમ વરાસદ પડી શકે છે