બોરમાં ફસાયેલા બાળકનું સાત કલાક દરમિયાન કેવી રીતે કરાયુ રેસ્ક્યૂ

0
176

રાજસ્થાનમાં એક દિલ ધડક ઓપરેશન કરાયું જેમાં એનડીઆરએફ એસડીઆરએફ સહિતની ટીમો કામ લાગી અને 70 ફુટ ઉંડા બોરમાં ફેસાયેલા બાળકને બચાવી લીધો,

લોકોએ બચાવ દળને વિરદાવી રહ્યા છે,

શુ છે સમગ્ર ઘટના

તમને જણાવી દઇએ કે રાજસ્થાનના જોબનેરમાં રહેતો 9 વર્ષીય અક્ષત ઉર્ફે લક્કી ગરમીનું વેકેશન હોવાથી પોતાાના મામને ઘરે ભોજપુરા રજાઓ માણવા આવ્યો હતો. મામાના ઘર પાસે નજીકમાં એક ખેતર આવેલુ છે, આ ખેતરમાં પાણી માટે બોર છે. સવારના સમયે લક્કી રમતા-રમતા બોર પાસે પહોંચ્યો હતો અને બોરનું રિપેરિંગ કામ ચલાતુ હોવાથી બોર ખુલ્લો હતો. આ દરમિયાન લક્કીનો પગ લપસતા તે સીધો બોરમાં પડી 70 ફૂટ ઉંડાઈ વચ્ચે ફસાઈ હતો. અક્ષત ઘર આગળ રમતો ન દેખાતા પરિવારે શોધખોળ હાથધરી હતી. તે દરમિયાન ખેતરમાં આવેલા બોરમાંથી અચાનક કોઈ આવાજ આવતા પરિજનો ત્યાં દોડી ગયા હતા. આવાજ સંભાળતા તે અક્ષતનો હતો, જે બાદ પરિવારે તાત્કાલિક સમ્રગ ઘટના અંગે તંત્રને જાણ કરી હતી.

સીસીટીવીનો કરાયો ઉપયોગ

ઘટનાની જાણ થતાં રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બોરવેલમાં સીસીટીવી કેમેરા નાંખી બાળકનું મોનિટરિંગ કરીને બાળકને જરૂરી ઓક્સિજન પહોંચાડવામાં આવ્યુ હતું. ઘટનાને લઈ બાળકના માતા-પિતા પણ ભાઈના ત્યાં દોડી આવ્યા હતા. બાળક બોરવેલમાં હોવાનું સંભાળતા માતા-પિતાના જીવ અદ્ધર થઈ ગયા હતા. રેસક્યું દરમિયાન બાળક સાથે સતત વાત કરવામાં આવી રહી હતી અને તેના માતા-પિતા સાથે પણ વાત કરવવામાં હતી. બાળક તમામ વાતનો જવાબ પણ આપી રહ્યો હતો.

દિલ ધડક ઓપરેશન પાર પડાયો

એનડીઆરએફની ટીમે લોખંડ જાળીની મદદ લઈ બાળકને બહાર કાઢ્યું હતું, જેમાં લોખંડની જાળી અક્ષતની પીઠ પાસેથી નીચે જઈને ખૂલી ગઈ હતી. આ એવી જાળી હતી કે બાળક તેના પર બેસી શકે, તેવી જ રીતે બાળક જાળી પર બેસાડીને ધીમે-ધીમે ઉપર લાવવામાં આવ્યો હતો. બાળક સભાન અવસ્થામાં હતો જેને વધુ સારવાર માટે હોસ્પિટલ મોકલી અપાયો હતો. બચાવ ની ટીમે સફળ ઓપરેશન પાર પાડી બાળકને નવજીવન આપ્યું હતું. બાળકના પરિવારે રેસ્કયૂ ટીમનો આભાર વ્યકત ત્યાં હાજર લોકોએ તાળીઓ પાડી કામગીરીને બિરદાવી હતી.