HomeDeshપાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનનો હૂંકાર

પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનનો હૂંકાર

પાકિસ્તાન તહેરીક એ ઇન્સાફ અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ચેતવણી આપતા કહ્યું છે કે, “પાકિસ્તાન હાલમાં મહાવિનાશ તરફ જઈ રહ્યું છે અને તેના ટુકડા થઈ જવા સંભવ છે. પાકિસ્તાનમાં પ્રવર્તતી રાજકીય અસ્થિરતાનો અંત લાવવાનો એકમાત્ર ઉપાય છે, તે છે વહેલી ચૂંટણીઓ. નહીં તો દેશની પરિસ્થિતિ પૂર્વ પાકિસ્તાન જેવી થઈ જશે. પીડીએમ નેતાઓ અને લંડન નાસી ગયેલા નવાઝ શરીફને તો દેશની બિલકુલ પરવાહ નથી. તેઓ તો પોતે કરેલી લૂંટનો માલ સલામત રહે અને તેમના હિતો જળવાઈ રહે તેની જ ચિંતામાં વ્યસ્ત છે. આથી હું એક ભયાવહ સ્વપ્નું જોઈ રહ્યો છું કે, જેમાં દેશ તત્કાળ વિખંડનના આરે આવી ઉભો છે, તેથી જ હું સત્તાધીશોને અરજ કરું છું કે, ચૂંટણી યોજો અને દેશ બચાવો.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments