મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ કર્યું એસ ટી ની વોલ્વો બસમાં પ્રસ્થાન

0
162

૧૦મી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે એકતા નગરમાં શરૂ થશે

ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓએ એસ ટી ની વોલ્વો બસમાં સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના પ્રશાસનિક તંત્ર ને જન સેવા માટે વધુ લોકાભિમુખ  બનાવવાના અભિનવ વિચાર સાથે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ૨૦૦૩ થી શરુ કરેલી ચિંતન શિબિરની આ ૧૦મી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં શરૂ થઈ રહી છે.

આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સૌ મંત્રીઓ  તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને રાજ્ય સરકાર ના વરિષ્ઠ સચિવો તથા જિલ્લાઓના કલેકટર , જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહન ને બદલે એસ ટી ની વોલ્વો બસમાં સહપ્રવાસી બનીને ગાંધીનગર તેમજ અલગ અલગ સ્થળોએ થી રવાના થયા હતા.

ગાંધીનગરથી  મંત્રી મંડળ  નિવાસ સંકુલ ના કોમ્યુનિટી સેન્ટર ખાતે થી મુખ્ય મંત્રીશ્રી અને  મંત્રીશ્રીઓ માટે  એક વોલ્વો ઉપરાંત મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવો માટે ૪ વોલ્વો, ઉત્તર ગુજરાત ના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કિટ હાઉસ થી  તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરત થી તેમજ સૌરાષ્ટ્ર  અને કચ્છના જિલ્લાઓ માટે રાજકોટ થી ૯ વોલ્વો બસ મારફતે ૨૧૮  જેટલા અધિકારીઓ  બપોરે એકતા નગર  પહોંચશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ