ગુજરાતમાં માવઠાના કારણે થયેલ પાક નુકસાનીનો સર્વે પૂર્ણ

0
138

ગુજરાતમાં તાજેતરમાં પડેલ માવઠાના કારણે થયેલ પાક નુકસાનને લઈને સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે. જેનો લાભ ખેડૂતોને મળે તે માટે વિવિધ જિલ્લાઓમાં કુલ ૫૬૫ ટીમ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સર્વે હાથ ધરાયો હતો. જિલ્લા કક્ષાએથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાયભૂત થવા ગુજરાત સરકાર દ્વારા 5 મે 2023થી કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે. જેમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને નોંધપાત્ર  સહાય મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા  SDRFના ધોરણો ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાયમાં અત્યાર સુધીનો  મહત્તમ વધારો કરી ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર 9500 તથા બહુવર્ષાયુ બાગાયતી પાકોના કિસ્સામાં રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર 12600 ચૂકવવાની જોગવાઈ અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી કરવામાં આવી છે.