HomeDeshજેનરિક દવાઓને કેન્દ્ર સરકારે ડોક્ટરોને શુ કહ્યું

જેનરિક દવાઓને કેન્દ્ર સરકારે ડોક્ટરોને શુ કહ્યું

દેશમાં જેનરિક દવાઓના ઉપયોગને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે એક આદેશ જારી કર્યો છે, જેમાં તેમના તમામ ડોક્ટરોને જેનરિક દવા લખવાની સૂચના આપવામાં આવી છે. સરકારે કહ્યું કે, જો ડૉક્ટરો તેમના પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક દવા લખશે નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકે આદેશ જારી કરવાની સાથે ચેતવણી આપી છે કે, કોઈપણ ડૉક્ટર તેમના પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક દવાઓનો સમાવેશ નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. આદેશમાં કહેવાયું છે કે, કેટલાક ડોક્ટરો દ્વારા બ્રાન્ડેડ દવાઓ લખવામાં આવી રહી છે જે યોગ્ય નથી. આ ઉપરાંત મેડિકલ રિપ્રેઝન્ટેટિવને ડોક્ટરોને મળવા માટે નવી ગાઈડલાઈન પણ બહાર પડાઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments