સુપ્રિમ કોર્ટે કોને આપી રાહત !

0
121

સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂ વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. બોમ્બે લોયર્સ એસોસિએશન નામની સંસ્થાએ કહ્યું હતું કે, બંનેએ સુપ્રીમ કોર્ટના સન્માન વિરુદ્ધ નિવેદનો આપ્યા છે, તેથી તેઓ બંધારણીય પદ પર રહેવા માટે યોગ્ય નથી. અગાઉ બોમ્બે હાઈકોર્ટે પણ અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સોમવાર 15મી મેએ કહ્યું કે, હાઈકોર્ટે યોગ્ય નિર્ણય લીધો હતો. તમારે અહીં અપીલ દાખલ કરવાની કોઈ જરૂર નહોતી.બોમ્બે લોયર્સ એસોસિએશન તરફથી તેમના અધ્યક્ષ અહમદ આબ્દીની અરજીમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને રિજિજૂના કેટલાક નિવેદનનો ઉલ્લેખ કરાયો હતો. અરજદારનું કહેવું હતું કે, રિજિજૂએ જજોની નિમણૂક કરવાની કોલેજિયમ વ્યવસ્થા અંગે સતત નિવેદનો કર્યા છે. કોલેજિયમના સભ્યો સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજ હોય છે, તેથી તેમના પર અવિશ્વાસ રાખી કાયદા મંત્રીએ લોકોની નજરમાં સુપ્રીમ કોર્ટનું સન્માન નીચે પાડવાના પ્રયાસો કર્યા છે.

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

અમારી વેબસાઇટ જોતા રહો