તાપી નદીમાં ગટરનું પાણી કોણે છોડ્યું

0
138

સ્માર્ટ સિટી સુરતમાં તાપી નદી દ્વારા પાણી પૂરુ પડી રહ્યુ છે. ત્યારે તાપી નદીમાં કચરાનું પ્રમાણ અને દૂષિત પાણી પણ ઠલવાતુ હોય છે. આને અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા કામગીરી ચાલી રહી છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં તાપી નદીમાં ગટરનું દૂષિત પાણી સાવ અટકી જશે તે માટે મહાનગરપાલિકા સતત પ્રયાસ કરી રહી છે. તાપી નદીમાં દરરોજ ઠલવાતું અધધ 1700 લાખ લિટર ગટરનું દૂષિત પાણી અટકાવાશે.ડિસેમ્બર સુધીમાં તાપી નદી પરના 44 આઉટલેટ બંધ કરવાનું તંત્રનું આયોજન છે.નવ આઉટલેટનું પાણી ડાયવર્ટ કરાતા નદીના પાણીની ગુણવત્તાની બૂમ ઓછી પડી છે. રોજ 3000 લાખ લિટર દૂષિત પાણી ઠલવાતું અટકાવવાની યોજના ચાલી રહી છે. ઉનાળાને ધ્યાને લઇ છાપરાભાઠા આઉટલેટ ડાયવર્ટ કરાયા છે. ઉનાળામાં પાણીની ગુણવત્તા સુધરવાની આશાએ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ