કર્ણાટકમાં નવી સરકારનો 18મીએ શપથગ્રહણ !

0
341

કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો બહુમતી સાથે વિજય થયો છે, ત્યારે સમાચાર મળી રહ્યા છે, કે રાજ્યમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મેએ યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.આ કાર્યક્રમમાં એવા તમામ નેતાઓને બોલાવાશે જેઓ ભાજપના વિરોધમા છે,સાથે, સમાન વિચારધારા ધરાવતા પક્ષોને પણ આમંત્રણ મોકલાશે. સાથે આ શપથવિધી સમારોહ વિપક્ષની એકતાનો શક્તિપ્રદર્શન પણ બની રહે તેવો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે,

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ