HomeDeshકર્ણાટકમાં કોંગ્રેસ માટે હવે નવી મુસીબત

કર્ણાટકમાં કોંગ્રેસ માટે હવે નવી મુસીબત

મુખ્યમંત્રી પદને લઈને કોંગ્રેસમાં પોસ્ટર વોર

સીએમ પદ માટે હવે ડી.કે શિવકુમાર VS સિદ્ધારમૈયા

કર્ણાટકમાં કોંગ્રેસે ભલે પ્રચંડ બહુમતિ સાથે વિજય મેળવ્યો હોય, પરંતુ મુખ્યમંત્રી પદને લઈને કોંગ્રેસમાં ક્યાંક આંતરિક વિખવાદ ઉભો થતો જણાઈ રહ્યો છે. એક તરફ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડી.કે શિવકુમાર મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે, જયારે બીજી બાજુ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા સિદ્ધારમૈયા પણ ફરી મુખ્યમંત્રી બની શકે તેવી સંભાવના છે. તે વચ્ચે કર્ણાટકમાં હવે મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસમાં પોસ્ટર વોર શરુ થયું છે. જેમાં એક તરફ ડી.કે શિવકુમાર, જ્યારે બીજી બાજુ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે. સિદ્ધારમૈયાના પુત્રએ પણ પિતાને સીએમ બનાવવા માંગ કરી છે. જોકે, હવે આનો અંતિમ નિર્ણય પાર્ટી હાઈકમાંડ પર રહેશે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસના નેતા નાસીર હુસૈન કહી ચૂક્યા છે કે, આગામી ૨થી ૩ દિવસમાં મુખ્યમંત્રીના નામની ઘોષણા કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments