અમદાવાદમાં ૪૪.૭ ડિગ્રી તાપમાન નોંધાયું!

0
331

ગરમીના પ્રકોપથી રાહત મેળવવા વોટર પાર્કમાં લોકોનો ભારે ધસારો

હાલમાં ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તે વચ્ચે અમદાવાદનું તાપમાન ૪૪ ડિગ્રીને પાર થઇ ગયું છે. અમદાવાદમાં ૪૪.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ગરમીના પ્રકોપથી રાહત મેળવવા વોટર પાર્કમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. રજાનો માહોલ હોવાથી વોટર પાર્કમાં વિવિધ રાઇડ્સ, વોટર વેવ્સની મજા માણવા લોકોનો ભારે ધસારો જોવા મળ્યો છે.