દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ લોક અદાલતની ભવ્ય સફળતા

0
48

2555 કેસોમાં સુખદ સમાધાન સાથે નિકાલ થયો

દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નાલસાના એક્શન પ્લાન મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન મુજબ જિલ્લામાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ પી. એસ. કાલાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતમાં યોજવામાં આવેલી

આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન પાત્ર કેસ, કલમ 138 ના મુજબના ચેક કેસીસ, બેંક રિકવરી દાવા, ઈલેક્ટ્રીસિટીને લગતા કેસ, લેબર તકરારના કેસી, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલના કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ વિગેરેના કોર્ટમાં પેન્ડીંગ કેસો મળીને એક જ દિવસમાં કુલ 2555, કેસોમાં સમાધાન દ્વારા સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો

આમ, લોક અદાલતના માધ્યમથી આ કેસમાં સમાધાન કરાવવાથી લોકોને આર્થિક અને સમયની બચત થવા પામી છે. સાથે સાથે આ લોક અદાલત અનેક આસામીઓ તેમજ તંત્ર માટે પણ આશીર્વાદરૂપ સાબિત થાય છે.

વધુ સમાચાર જોવા જોતા રહો વી.આર.LIVE

સતત સમાચારોની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.