વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનાં મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટે ભારતીય પુરાત્તવ સર્વેક્ષણને કેમ્પસમાં મળી આવેલ શિવલિંગની કાર્બન ડેટિંગ કરવાની પરવાનગી આપી દીધી છે. જો કે સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારનું નુક્સાન ન પહોંચે તેવા આદેશો પણ આપવામાં આવ્યાં છે.અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં સર્વે દરમિયાન મળી આવેલા શિવલિંગની કાર્બન ડેટિંગ તપાસ અને સાયન્ટેફિરક સર્વેની માંગ કરતી અરજી સ્વીકારી લીધી છે અને ભારતિય પુરાતત્વ ઓથોરિટીએ કોઈપણ પ્રકારનું નુક્સાન પહોંચાડ્યાં વિના શિવલિંગની કાર્બનડેટિંગ તપાસ કરવાનાં આદેશ આપ્યાં છે.
વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ
વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂંઝ