દાહોદમાં વિરામ બાદ તંત્ર દ્વારા દબાણ તોડવાની કામગીરી ફરી શરૂ

0
186

દબાણો તૂટવાનું શરૂ થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા

એક સપ્તાહના વિરામ બાદ તંત્ર દ્વારા દબાણની કામગીરી ફરી શરૂ કરી છે. અને કર્ફ્યુ જેવો  માહોલ સર્જાયો હતો. મોડી રાતથી દબાણ તૂટવાની વાતો શહેરમાં ફેલાતા  વેપારીઓએ રાતો રાત દુકાનો ખાલી કરવાનું શરુ  કર્યું હતું.

દાહોદ ગાંધી ચોકમાં આજે વહેલી સવારે એસ. ડી. એમ.  મામલતદાર સિટીસર્વે તેમજ તેમજ પોલીસના મોટા કાફલા સાથે દાહોદ ગાંધી ચોક અને નેતાજી બજારમાં જેસીબી લગાડી દેવામાં આવ્યા હતા.

નગરપાલિકાની સામે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ દબાણ હટાવવાની પ્રક્રિયા અચાનક શરૂ થતા દાહોદ નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, પક્ષના નેતા તેમજ અન્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતીકે વેપારીઓને સમય  આપવામાં આવે અને રજુઆતને ધ્યાનમાં રાખીને સામાન કાઢવા માટે સમય આપવામાં આવ્યો

ત્યારબાદ તુરંત જ ગાંધી ચોકમાં જે દુકાનો હતી તેનું દબાણ ખાસાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી દાહોદમાં વહેલી સવારે અચાનક ગાંધી ચોક અને નેતાજી બજારમાં દબાણો તૂટવાનું શરૂ થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઈટ