‘દો ગુજરાતી ઠગ હે’વાળા નિવેદન પર તેજસ્વીની મુશ્કેલી વધી

0
156

અમદાવાદ મેટ્રો કોર્ટના ઇન્ક્વાયરીના આદેશ, વધુ સુનાવણી ૨૦ મે ના રોજ

તેજસ્વીને સમન્સ મોકલવા કે નહીં તે અંગેનો નિર્ણય ઇન્ક્વાયરી બાદ જાહેર થશે

‘દો ગુજરાતી ઠગ હે’વાળા નિવેદન પર બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ બરોબરના ફસાયા છે. આ અંગે અમદાવાદ મેટ્રો કોર્ટમાં તેજસ્વી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ફરીયાદીએ કોર્ટમાં સીડી અને પેન ડ્રાઈવ સહીતના પુરાવા અને જરૂરી સર્ટી. આપ્યા છે. આ મામલે કલમ ૨૦૨ અંતર્ગત પાવર વાપરીને કોર્ટે ઇન્ક્વાયરીના આદેશ આપ્યા છે. ઇન્ક્વાયરી બાદ નક્કી કરવામાં આવશે કે તેજસ્વીને સમન્સ મોકલવું કે નહીં. આ આમલે વધુ સુનાવણી ૨૦ મે ના રોજ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, ફરીયાદીને પણ તમામ દસ્તાવેજ, પુરાવા અને સાક્ષીને ઉપસ્થિત રહેવા આદેશ આપવામાં આવ્યો છે.