આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષયમાં VYO દ્વારા કાર્યરત જલ સંરક્ષણ અભિયાન અંતર્ગત ગુજરાતના ગામોમાં 75 રિચાર્જ બોરવેલ કાર્યરત કરવાના અભિયાનને સાકાર કરવાનો અભિગમ સાકાર થઇ રહ્યો છે. ગાંધીનગરના સિવિલ કેમ્પસ સ્થિત GMERS મેડિકલ કોલેજ ઑડિટોરિયમ ખાતે ગુજરાતના ગાંધીનગર,રાજકોટ તથા જામનગર જિલ્લાના 31 ગામોમાં કાર્યરત બનેલા રિચાર્જ બોરવેલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારની અધ્યક્ષતામાં આયોજિત આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા.અને તેમના દ્વારા રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આ કર્યક્રમાં જણાવ્યું હતું કે VYO સંસ્થા દ્વારા અનેક સામાજિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે.અને કોરોના કાળ દરમિયાન 29 જેટલા ઓક્સિજન પ્લાન્ટ કાર્યકરત કરવામાં આવ્યા. આ ઓક્સિજન પ્લાન્ટથી કેટલાક લોકોનું જીવ બચાવવમાં સફળતા મળી છેવીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ