HomeGujaratહાથમાં મહેંદી અને પીઠી ચોળીને યુવતી પહોંચી તલાટીની પરીક્ષા આપવા

હાથમાં મહેંદી અને પીઠી ચોળીને યુવતી પહોંચી તલાટીની પરીક્ષા આપવા

વડોદરા થી દાહોદ તલાટીની પરીક્ષા આપવા પહોંચી યુવતી

આજે રાજ્યભરમાં તલાટી -કમ મંત્રીની પરીક્ષા યોજાઈ હતી ત્યારે એક યુવતી કે જેના લગ્નની તૈયારીઓ પુર જોશમાં પરિવારો કરી રહ્યા છે ત્યારે પીઠી ચોળીને અને હાથમાં મહેંદી હતી .

મન મક્કમ કરીને દોઢસો કિલોમીટર દૂર તલાટીની પરીક્ષા આપવા માટે વડોદરા થી દાહોદ પહોંચી હતી.

આપને જણાવી દઈએ કે આ પરીક્ષામાં  8.65 લાખ ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો થશે . કેન્દ્રોમાં ઉમેદવારો સમયસર તલાટીની પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સજ્જ હતું .

રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ જિલ્લામાં પરીક્ષા આપવા માટે ઉમેદવારો માટે દરેક જિલ્લાઓમાં વધારાની બસો નિગમ દ્વારા દોડાવવાની સંપૂર્ણ તૈયારી કરાઈ હતી

આપને જણાવી દઈએ કે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઇ છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments