જામ ખંભાળિયા નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા વિભાગને દરખાસ્ત કરાઈ

0
326

નર્મદાના નીર આપવા અંગેની દરખાસ્ત કરવામાં આવી

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા નગરપાલિકા દ્વારા જિલ્લા પાણી પુરવઠા વિભાગ સમક્ષ દૈનિક 3,MLD, નમૅદાના નીરની આપવા અંગેની દરખાસ્ત કરવામાં આવી છે.

 દ્વારકા જીલ્લાના ખંભાળીયા નગરપાલિકા દ્વારા આગામી સમયમાં શહેરીજનો માટે પીવાના પાણી અછત ન વર્તાય જે અંતર્ગત નગરપાલિકા દ્વારા આગમ ચેતી પગલા લેવામાં આવ્યા છે

શહેરને ઘી ડેમ તથા ફુલવાડી વોટર વકૅસ યોજનામાથી પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે જે હાલ ઘી ડેમના સી પેજ વોટરનો જથ્થો ખૂબ જ ઓછો થઇ ગયો હોય ઘી ડેમમાં જુન મહિના સુધી ચાલે તેટલું પાણી હોય તે પછીના સમયગાળા દરમિયાન નગરજનોને પીવાના પાણીની હાલાકીનો સામનો ન કરવો પડે તેવા હેતુસર ખંભાળીયા નગરપાલિકા દ્વારા જિલ્લા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખીતમાં જાણ કરી અને શહેરને દરરોજ 3 MLD નમૅદાનુ પાણી મળે તે માટેની પાલિકા દ્વારા રજુઆત કરવામાં આવી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ