તલાટી ભરતી પરીક્ષાને લઈને તૈયારીઓ પૂર્ણ

0
144

અમદાવાદમાં તલાટી ભરતી પરીક્ષાને લઈને  તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં તલાટી ભરતી પરીક્ષા  7મી મે રવીવારે યોજાશે.અમદાવાદમાં 1 લાખ 35 હજાર ઉમદેવારો પરીક્ષા આપશે.જિલ્લામાં વર્ગ ખંડ નિરીક્ષક અને બ્લોક નિરીક્ષક મળી 10 હજાર સ્ટાફમાં  પરીક્ષામાં રોકાયો છે.અમદાવાદ જિલ્લામાં 465 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. 500 જેટલા CCTV કેમેરાથી સજ્જ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે તલાટી ભરતી પરીક્ષાને લઈને ફ્લાઈંગ સ્કોડની જગ્યાએ 19 નાયબ કો ઓર્ડીનેટરની નિમણૂક કરવામાં આવી  છે. દરેક નાયબ કો ઓર્ડીનેટરની ટિમમાં ડેપ્યુટી કલેકટર, TDO તેમજ મામલતદાર કક્ષાના અધિકારીઓ ચેકીંગ  કરશે. દરેક નાયબ કો ઓર્ડીનેટરની દરેક ટીમમાં 30  સ્કૂલોનું સંચાલન કરવાનું રહેશે.પરીક્ષા પેહલા અને પરીક્ષા દરમિયાન તમામ વ્યવસ્થા નાયબ કો ઓર્ડીનેટર ની જવાબદારી રહેશે.અમદાવાદ જિલ્લામાં ચાર સ્ટ્રોંગ રૂમ કાર્યરત રહેશે રાણીપ ગાયત્રી વિધાલયમાં બે સ્ટ્રોંગ રૂમ તેમજ ગુજરાત કોલેજના બે સ્ટ્રોંગ રૂમ કાર્યરત રહેશે.. વિધાર્થીએ 12 વાગ્યા સુધી વર્ગખંડમાં પ્રવેશ લેવાનો રહેશે.

વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ