૪૦ ટકા કમિશનવાળી સરકારને માત્ર ૪૦ બેઠક જ મળશે : રાહુલ

0
278

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર સતત નિશાન સાધી રહ્યા છે. તે વચ્ચે પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, “૪૦ ટકા કમિશનવાળી સરકારને આ વખતે માત્ર ૪૦ બેઠક જ મળશે. ભાજપને ૪૦ના અંક સાથે કંઈક વધુ જ પ્રેમ છે.” મહત્વનું છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ૧૦ મે ના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે.