કર્ણાટકની જનતાને કોંગ્રેસ નેતા પવન ખેડાનો વાયદો

0
63

ભાજપે કર્ણાટકમાં હજારો મંદિરો તોડ્યા છે, જેને અમે ફરી બનાવીશું : ખેડા

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આપેલા બજરંગ દળ પર પ્રતિબંધના વાયદાને લઈને ભારે વિરોધ થયો છે. કોંગ્રેસે ભાજપ પર મંદિરો તોડવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું છે કે, “ભાજપે કર્ણાટકમાં હજારો મંદિરો તોડ્યા છે. આ તમામ મંદિરોને અમે ફરીથી બનાવીશું. ભાજપ અહીં ૩૬ હજાર મંદિર તોડી ચૂક્યું છે. ત્રણ હજાર વર્ષ જૂનું મંદિર મૈસુર પાસે તોડી નખાયું. ૧૫૦ વર્ષ જૂનું મંદિર બેંગલુરું પાસે તોડી નખાયું. અમારે તેને બનાવવા જ પડશે.”