મણિપુર હિંસામાં 54 લોકોએ ગુમાવ્યા જીવ

0
140

આ અઠવાડિયે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા હવે ધીમે ધીમે શાંત થઈ રહી છે. રાજ્યમાં આર્મી-આસામ રાઈફલ્સ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ની તૈનાતી બાદ સ્થિતિમાં સુધારો થયો છે. દરમિયાન, મણિપુર સરકારે હિંસામાં જીવ ગુમાવનારાઓનો સત્તાવાર આંકડો જાહેર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં 54 લોકોના મોત થયા છે. જોકે, બિનસત્તાવાર આંકડો ઘણો વધારે હોવાનું કહેવાય છે. દરમિયાન, શનિવારે ઇમ્ફાલ ખીણમાં બજારો અને દુકાનો ખુલ્યા . તેમજ કેટલાક વાહનો રસ્તાઓ પર જોવા મળ્યા હતા. દરમિયાન રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત જોવા મળી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,000થી વધુ સુરક્ષા દળોના જવાનો તૈનાત છે. આ કડક સુરક્ષાના કારણે લોકો ઈમ્ફાલમાં રસ્તાઓ પર દેખાવા લાગ્યા છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ