ગાંધીનગર મ.ન.પા ની 21મી સ્થાયી સમિતિની બેઠક યોજાઈ

0
165

કુલ રૂ 54 કરોડના વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા

ગાંધીનગર મનપા ખાતે 21મી સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી.અને સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 16 મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. કુલ રૂ 54 કરોડના વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા હતા 

મનપા દ્વારા સંચાલિત રંગમંચ લગ્ન વાડી ભાડામાં બીપીએલ કાર્ડ ધારકોને 10% રાહત આપવા અને બાબાસાહેબ આંબેડકર જન્મદિન આ હોલ પાડવા માટે કમિશનર તરફથી મંજૂરી મળી.પશુ ઓળખ માટેની ચીજ વસ્તુઓ પુરી પડવાની મજૂરી બેઠકમાં આપવામાં આવી હતી.

પેથાપુર ખાતે 15MLD STP બનાવાની કામગીરીને મંજુરી આપવામાં આવી તથા ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા દ્વારા કમિશનર તરફથી મળેલ ભલામણો સહિત ગાંધીનગર મનપા વિસ્તારમાં વિધુત આધારિત વાહનોને જરૂરી ચાર્જીંગ માટેના સ્ટેશન સુવિધા ઉભી કરવા અંગેની મંજૂરી આપવામાં આવી.

આ ઉપરાંત  મનપામાં સમાવેલ જુના ઔડા વિસ્તારની નગર રચના યોજનામાં ટી.પી સ્કીમના કામગીરીના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે .

વધુમાં સિવિલ વર્કસના કામોમાં GST રકમ 12% થી 18 કરવામાં આવી છે.  તથા ભાટ ગામ ખાતે નવા સ્મશાન ગૃહ બનાવમાં માટે પણ મંજૂરી અપાઈ છે.

વધું સમાચાર માટે જોતા રહો વી.આર.લાઈવ

સમાચારની અપડેટ માટે જોતા જોતા રહો અમારી વેબ સાઈટ