મણિપુરમાં કેમ અપાયા  શુટ એટ સાઇટના આદેશ

0
176

મણિપુરમાં હિંસા ઉપર કાબુ મેળવવા માટે સરકારે શુ એટ સાઇટનો આદેશ આપી દીધો છે, પણ સાથે કહેવાયુ છે કે છેલ્લા સ્ટેજ ઉપર જ ફાયરિંગ કરવાનુ રહેશે, તમને જણાવી દઇએ કે મણિપુરમાં મૈતેઈ સમુદાયને એસટી કેટેગરીમાં સામેલ કરવાના વિરોધમાં એક આદિવાસી સ્ટુડન્ટ યુનિયન મોરચાએ સમ્મેલન બોલાવી હતી, ત્યારબાદ મણિપુરમાં હિંસા શરૂ થઈ ગઈ હતી. હિંસા બાદ ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ લગાવાયો હતો. ઉપરાંત 5 દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. હાલમાં મણિપુરમાં સ્થિતિ તંગ છે. હિંસાને રોકવા માટે સેના અને આસામ રાઈફલ્સને પણ તૈનાત કરવામાં આવી છે.

મણિપુરમા હેલિકોપ્ટરથી સતત મોનિટરિંગ

મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સેના ફ્લેગ માર્ચ કરી રહી છે. અહીં હેલિકોપ્ટર દ્વારા પણ સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. સેના અને આસામ રાઈફલ્સે ચુરાચંદપુરના ખુગા, ટામ્પા, ખોમૌજનબ્બા વિસ્તારો, ઈમ્ફાલના મંત્રીપુખરી, લામફેલ કોઈરાંગી વિસ્તાર અને કાકચિંગ જિલ્લાના સુગાનુમાં ફ્લેગ માર્ચ અને હવાઈ સર્વેક્ષણ કર્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આર્મી અને આસામ રાઈફલ્સની કુલ 55 કોલમ તૈનાત કરવામાં આવી છે. વધારાની 14 કોલમ પણ શોર્ટ નોટિસ પર તૈનાત રખાઈ છે.

ઇન્ટરનેટ સેવા કરાઇ બંધ- 144 લાગુ કરાઇ

મણિપુરમાં અચાનક હિંસા શરૂ થયા બાદ કલમ-144 લાદી દેવાઈ છે. ઉપરાંત રાજ્યમાં આગામી 5 દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોઈપણ મોટી ઘટનાને પહોંચી વળવા આસામ રાઈફલ્સની 34 કંપનીઓ અને સેનાની 9 કંપનીઓ હિંસા પ્રભાવિત જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી બિરેન સિંહને ફોન કરીને ઘટના અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી અને કેન્દ્ર તરફથી રાજ્યને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સામચાર માટે જોતા રહો અમારી વેબાસાઇટ