ભાજપના નેતા ઇશ્વરપ્પાએ કોંગ્રેસનો ઢંઢેરો સળગાવ્યો

0
43

બીજેપીના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કેએસ ઈશ્વરપ્પાએ ગુરુવારે બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના વચન માટે વિરોધ પક્ષની ટીકા કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની નકલ પણ સળગાવી હતી.ઇશ્વરપ્પાએ કોંગ્રેસ પર નિશાન સાધતા બજરંગ દળને દેશભક્ત સંગઠન ગણાવ્યું હતું. કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. આ ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે જાતિ અને ધર્મના આધારે સમુદાયો વચ્ચે નફરત ફેલાવતી વ્યક્તિઓ અને સંગઠનો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ પ્રતિબદ્ધ છે.ઢંઢેરામાં કોંગ્રેસે કહ્યું-“અમે માનીએ છીએ કે નિયમો અને બંધારણ પવિત્ર છે. બજરંગ દળ અને પીએફઆઈ જેવી કોઈ સંસ્થા તેનું ઉલ્લંઘન કરી શકાતી નથી. અમે કાયદા હેઠળ આવા સંગઠનો સામે પ્રતિબંધ સહિતની કાર્યવાહી કરીશું.”વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.