પાક નુકસાનીની જાહેરાત થાય તેવી શક્યતાઓ
ગુજરાતમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે ખેડૂતોના ઉભા પાકોને ખૂબ જ નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા પાક સર્વે પણ કરાવ્યો હતો અને પેકેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
પરંતુ હજી સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી ત્યારે કેબિનેટ બેઠકમાં ફરીથી પાક નુકસાનીનો સર્વે અને બજેટમાં વધારો કરીને પાક નુકસાનીની જાહેરાત કરી શકાય તેવી શક્યતાઓ છે.
ગુજરાતમાં ગરમી ફરીથી શરૂ થઈ છે ત્યારે પાણીની સમસ્યાઓ અનેક વિસ્તારોમાં આવી છે.
પીવાનું પાણી વધુમાં વધું કઈ રીતે પહોંચાડી શકાય અને લોકોને તકલીફ ન પડે તે રીતનું આયોજન પણ કેબિનેટ બેઠકમાં થઈ શકે છે.
ગુજરાત સરકાર દ્વારા આ વખતે ફેબ્રુઆરી માસમાં જળસંચય કાર્યક્રમની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં નદી તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ કરવામાં આવી છે. અનેક લોકોને રોજગારી પણ પ્રાપ્ત થઈ રહી છે,
આ બાબતની પણ સમીક્ષા રિપોર્ટ કેબિનેટ બેઠકમાં થઈ શકે છે અને તે બાબતે પણ ખાસ ચર્ચા થઈ શકે છે.
રવિવારે મુખ્યપ્રધાનના પુત્ર અનુજ પટેલને અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા . જ્યાં બે કલાકની સર્જરી કર્યા બાદ સોમવારે એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની હિન્દુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા
મુંબઈમાં પણ તેને ઓપરેશન થયું હોવાની સત્તાવાર માહિતી હિન્દુજા હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવી હતી.
કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનો અનુજ પટેલના ખબર અંતરની પણ પૂછપરછ કરશે.
ગુજરાતના ખેડૂતો ઘણા સમયથી વળતરની રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે જાહેરાતની શક્યતાઓ છે
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઈવ
સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ