પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે પ્રસિદ્ધ શક્તિ પીઠ
માતા હિંગળાજના ત્રણ દિવસીય ઉત્સવમાં પાકિસ્તાન સહિત ભારત અને દુનિયાના દેશોમાંથી ભક્તો બલુચિસ્તાન પહોંચ્યા હતા. આશરે બે લાખથી વધુ માઈ ભક્તો માતાજીના દર્શને પહોંચ્યા હતા.
સ્થાનિક તંત્ર અને પાકિસ્તાન સરકારે યાત્રાળુઓ માટે વિશેષ આયોજન કર્યું હતું. આ શક્તિપીઠ હિંદુઓ માટે વિશેષ મહાવત ધરાવે છે. હિંગોલ નેશનલ પાર્ક સ્થિત માતાજીના મંદિરે વર્ષો જૂની પરંપરાનું પાલન કરવાનું હોય છે.
જેમાં ભક્તોએ ચંદ્ર કપ સ્થળ પર માટીના જ્વાલામુખીમાં શ્રીફળ વધેરીને યાત્રા શરુ કરવાની હોય છે. હંગુલ નદીના કિનારે એક ગુફામાંમાં હિંગળાજનું સ્થાનક આવેલું છે. શાસ્ત્રોમાં વર્ણન છે અનુસાર જયારે સતી દેવીના શરીરના ટુકડા જે જમીન પર પડ્યા ત્યાં શક્તિપીઠ તરીકે તે પ્રસિદ્ધ છે
તે પ્રમાણે બલોચીસ્તાનના હિગોલ પર્વત પર સતી દેવીનું માથું મકરાન વિસ્તારના હંગુલ નદીના કિનારે પડ્યું હતું . માં હિંગળાજ દ્વારા હંગુલ નામના રાક્ષસનો વધ અહી કર્યો હતો. દર વર્ષે લાખો શ્રધ્દાળુઓ માતાજીના દર્શને આ શક્તિ પીઠ પર પહોંચતા હોય છે.
આ વખતે પાકિસ્તાન સરકારે વીજળી,મેડીકલ કેમ્પ, રહેવાની સગવડ સહિત CCTV કેમેરા સુરક્ષા કર્મીઓ સાથે સતત રક્ષણ આપી રહ્યા હતા.
વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE
સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ