‘મિશનરી પોતાના ધર્મનો પ્રચાર કરે તે ખોટું નથી’: તમિલનાડુ સરકાર

    0
    164

    તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બળજબરીથી ધર્મ પરિવર્તનની કોઈ ઘટના નથી બની. નાગરિકોને તેઓ જે ધર્મનું પાલન કરવા માગે છે તે પસંદ કરવાની સ્વતંત્રતા ધરાવે છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમિલનાડુમાં બળજબરીથી ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. આ અરજીના જવાબમાં તમિલનાડુ સરકારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને ઉપરોક્ત વાત કહી છે. તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે ‘ભારતીય બંધારણની કલમ 25 દરેક નાગરિકને તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર સુનિશ્ચિત કરે છે. જો કે મિશનરીઓ દ્વારા તેમના ધર્મનો પ્રચાર કરવો એ કાયદાની વિરુદ્ધ નથી પરંતુ જો તેઓ તેમના ધર્મનો ખોટી રીતે પ્રચાર કરે, જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને બંધારણની અન્ય જોગવાઈઓનું ઉલ્લંઘન કરે તો તે ગંભીર મુદ્દો છે. જ્યાં સુધી તમિલનાડુની વાત છે ત્યાં સુધી છેલ્લા ઘણા સમયથી બળજબરીથી ધર્મ પરિવર્તનની એક પણ ઘટના બની નથી.વધુ સમાચારો માટે જોતા રહો વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ