ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરાઈ હતી. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં હતાં. સરકાર શ્રમિકોના ઘર સુધી પહોચી શકે તેમની સમસ્યાનું નિરાકરણ કરી શકાય તે માટે શ્રમ સેતુ પોર્ટલ પણ લોન્ચ કરાયું હતું. આ ઉપરાંત “મહાત્મા ગાંધી સંસ્થાન” દ્વારા છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલી કામગીરીનું ઉલ્લેખ કરતો પુસ્તક શ્રમ યાત્રાનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે આનંદનો દિવસ છે. આજે ગુજરાત સ્થાપના દિવસ છે. આજે ગુજરાતમાં 1960થી લઈને આજ દિન સુધી વિકાસના મહત્વપૂર્ણ ફાળો છે.તને હું બિરદાવું છું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે લેબર ડે પણ છે.ત્યારે 100 દિવસની અંદર ગુજરાત સરકારે યોજનાઓ અને કામો કર્યા છે.VR live સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ