મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી NCPમાંથી બનશે : જયંત પાટીલ
છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાયું છે. એનસીપી નેતા અજીત પવારની ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. જોકે, આ તમામ ચર્ચાઓને અજીત પવારે ફગાવી છે. તે વચ્ચે એનસીપી નેતા જયંત પાટીલ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, “મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી NCPમાંથી બનશે.” પાટીલના આ નિવેદનથી શિંદે જૂથની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, શિવસેનાના 16 ધારાસભ્યોની લાયકાત અંગે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચનો નિર્ણય આવવાનો હજુ બાકી છે. જેઓ બળવો કરીને શિંદે જૂથમાં જોડાયા હતા. આ ધારાસભ્યોમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે. જો આ નિર્ણય એકનાથ શિંદેના વિરુદ્ધમાં આવશે તો શિંદે સરકારનું પતન થશે. આ સંભાવનાને જોતા ભાજપે પોતાની રણનીતિ બનાવવાનું શરુ કરી દીધું છે. એનસીપીના મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો પણ વહેતી થઇ છે.