HomeDeshજો વિરોધ સમાપ્ત થાય તો રાજીનામું આપવા તૈયાર : બ્રિજભૂષણ

જો વિરોધ સમાપ્ત થાય તો રાજીનામું આપવા તૈયાર : બ્રિજભૂષણ

કુસ્તીબાજો કોંગ્રેસ અને વિરોધ પક્ષોના હાથનું રમકડું બન્યા : બ્રિજભૂષણ

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ પર મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણી અને ભેદભાવનો આરોપ લગાવ્યો છે. બ્રિજભૂષણસિંહના રાજીનામાંની માંગ સાથે કુસ્તીબાજો ઉગ્ર વિરોધ પણ કરી રહ્યા છે. આ મામલે બૃજભૂષણે કહ્યું છે, “કુસ્તીબાજોનો વિરોધ રાજકારણ છે. કુસ્તીબાજો કોંગ્રેસ અને વિરોધ પક્ષોના હાથનું રમકડું બની ગયા છે. તેમને ઉદ્દેશ્ય રાજીનામું નથી, તેમનો ઉદ્દેશ્ય રાજકારણ છે. હું રાજીનામું આપવા તૈયાર છે. જો આ વિરોધ સમાપ્ત થાય છે તો. મારા રાજીનામા બાદ જો કુસ્તીબાજો ઘરે જઈને આરામથી સૂઈ જાય તો મને કોઈ વાંધો નથી.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments