ગોલ્ડ નહી પણ ગોલ્ડ પેસ્ટની તસ્કરી !

0
150

રાજ્યના વિવિધ એરપોર્ટ્સ ઉપર હિરા,સોના સહિતની કિમતી ધાતુઓની તસ્કરી સમાન્ય બાબત બની છે, ત્યારે સુરત પોલીસ સફળતા મળી છે અને કરોડો રૂપિયા ગોલ્ડ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા, આ ટોળકી પાસેથી ચાર કરોડનું સોનુ પકડાયું હતુ, આ ટોળકી ગુજરાતથી દુબઇ કેરિયરોને ટુરિસ્ટ વિઝા ઉપર મોકલે છે, ત્યાંથી કેરિયરો થકી સોનાનું તસ્કરી કરાવતી હતી, જેઓ સોનામાં કેમિકલ મિક્સ કરીને ગોલ્ડ પેસ્ટ લઇને પરત આવી જાય છે,, ત્યારે પોલીસે બાતમીના આધારેફેનીલ રાજેશભાઇ માવાણી , નિરવ રમણીકભાઇ ડાવરીયા , ઉમેશ ઉર્ફે લાખો રમેશભાઈ ભીખરીયા અને સાવન શાંતીલાલ રાખોલીયા ની ધરપકડ કરી હતી ત્યારે તેની ઝડતી કરતા તે બન્નેની પાસેથી તેમના આંતરવસ્ત્રો તથા બુટમાં છુપાવીને દુબઈથી લાવેલ 7.158 કિલોગ્રામ અને કિંમત 4. કરોડ થી વધુ સોનાની પેસ્ટ ઝડપી પાડવામાં સફળતા મળી હતી

શુ હોય છે ગોલ્ડ પેસ્ટ

ગોલ્ડ પેસ્ટ એ એક પ્રકારનો સોનું હોય છે જેમાં ખાસ પ્રકારના કેમિકલ મિક્સિંગ કરીને તેને લિક્વીડ ફોર્મમાં લઇ શકાય છે, સાથે કોઇ પણ જગ્યાએ સંતાડી શકાય છે,સામાન્ય રીતે સ્ક્રીનિંગમાં આવા ગોલ્ડ પેસ્ટ પકડાતા નથી, જેથી પોલીસને નિશ્ચિત માહિતી હોય તોજ પકડાય છે, વધુ સમાચારો જોવા માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ