૬ મે ૨૦૨૩ના રોજ બ્રિટનમાં કિંગ ચાર્લ્સ 3નો ભવ્ય રાજ્યાભિષેક સમારોહ યોજાશે

    0
    171

    બ્રિટનમાં તારીખ 6 મે ૨૦૨૩ના રોજ કિંગ ચાર્લ્સ 3નો ભવ્ય રાજ્યાભિષેક સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જેમાં સમગ્ર વિશ્વના દિગ્ગજ નેતાઓ અને સેલિબ્રિટીઝને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમારોહ આશરે ૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે યોજાશે. એક અંદાજ મુજબ, આ સમારોહમાં આશરે ૨૦૦૦થી વધુ લોકો સામેલ થવાના છે. મહત્વનું છે કે, બ્રિટનના રાજવીની તાજપોશીને સમગ્ર વિશ્વના સૌથી અનોખા અને ભવ્ય સમારોહ તરીકે ઓળખવામાં આવે છે. રીતિ રીવાજ મુજબ કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા ઘોડા વડે ખેંચવામાં આવતા રથમાં 40 મિનિટની મુસાફરી કરશે. રાજમહેલ પહોંચ્યા બાદ કિંગ ચાર્લ્સને 700 વર્ષ જૂની ખુરશી પર બેસાડવામાં આવશે અને પવિત્ર જળનો અભિષેક કર્યા બાદ મુગટ પહેરાવવામાં આવશે. ૧૯૫૩માં કવિન એલિઝાબેથ બીજાની તાજપોશી થઈ, ત્યારે દોઢ મિલિયન પાઉન્ડ ખર્ચ કરવામાં આવ્યા હતા.