પાનોલી જીઆઇડીસી સ્થિતિ કંપની કેમ થઇ સીલ

0
182

ભરુચ નજીક આવેલ પાનોલી જીઆઇડીસીમાં આવેલી  ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીની મિલ્કતો મુંબઇ એન્ટી નાર્કોટિક્સ સેલે જપ્ત કરી છે, કંપનીની દહીસર અને નાલા સોપારા સ્થિત યુનિટમાથી ઓગસ્ટ 2022માં પાચ હજાર કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું હતું,

મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલએ મેફેડ્રોનના ઉત્પાદન અને વિતરણની એક સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો અને ઓગસ્ટ 2022માં  દહિસર, નાલાસોપારા અને પનોલીમાંથી અંદાજે પાચ હજાર કરોડ રૂપિયાની કિંમતનું  ડ્રગ રિકવર કર્યું હતું. દહિસરમાં 2 દુકાનો, નાલાસોપારામાં એક દુકાન અને અંકલેશ્વરમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાનોલીનો 5,000 ચોરસ ફૂટનો પ્લોટ ફ્રીઝ કરવામાં આવ્યો છે. આ મિલકતો પ્રેમ પ્રકાશ પારસનાથ સિંગની છે, જે મુખ્ય આરોપી છે. પાનોલીમાં ઇન્ફિનિટી રિસર્સ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીના નામે પ્રેમ પ્રકાશ તેના અન્ય ભાગીદાર અને આરોપીઓ સાથે મળી કંપનીમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવતો હતો. એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે આ કેસમાં સિંગ સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી