વિશ્વમાં મહામારી દરમિયાન વિદેશી યાત્રા પ્રભાવિત થઇ હતી
વિદેશી મુસાફરીમાં છેલ્લા ત્રણ વર્ષ પછી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીમાં વધારો થયો છે. મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી મળેલી જાણકારી મુજબ સમગ્ર વિશ્વમાં મહામારી દરમિયાન વિદેશી યાત્રા પ્રભાવિત થઇ હતી અને દરેક દેશોમાં કડક નિયમોમ લાગુ હતા . ઉનાળાની શરૂઆત અને વેકેશન માણવા ભારતીય પરિવારોએ અત્યારે લગભગ ત્રણ વર્ષ પછી વિદેશ પ્રવાસ જઈ રહ્યા છે અને હવે પરિસ્થિતિ થાળે પડી રહી છે. એક રીપોર્ટ અનુસાર થોડાજ વર્ષોમાં ભારત હવાઈ મુસાફરોની સંખ્યામાં ચીન અને અમેરિકા કરતા આગળ નીકળી જશે. ભારતમાં કુલ ૧૩૭ એરપોર્ટ કાર્યરત છે તેમાં 24 ઇન્ટરનેશનલ છે તેમાં દિલ્હી સૌથી વ્યસ્થ એરપોર્ટ છે. અને ત્યારબાદ મુંબઈ નો ક્રમાંક આવે છે . રીપોર્ટ અનુસાર ૨૯૧ ટકાનો વધારો થયો છે.